Search This Blog

Pages

22 August 2010

તારા આગમન ની આસ થી દેહ માં મારા જીવન લાગે છે
તારા આવવાથી જીવન નો અર્થ સાર્થક લાગે છે

હથેડી માં નસીબ ની આડી અવળી રેખાઓ માં જાણે
ભટકતા મુસાફર ને હમસફર મળી ગયો લાગે છે

પાંપળ માં સંતાડયા છે આંખોના કીમતી મોતી જાણે
નીતરતી લાગણી ની ભીનાશ માં ડુબેલા લાગે છે

ગગન માંથી ખેંચી લાવુ એક વાદળીને આ હૈયા સુધી પણ
જાણે કેમ પ્રીત ના પગરવ મને સુકાયેલા લાગે છે

પતંગીયા પાછળ દોડયા કરે છે મન એમને પામવાને પણ
એમની ચંચલતા માં છુપાયેલા અગણીત સવાલો લાગે છે

કીનારે આવીને પણ ક્યારેક ડુબવાની ઇચ્છા થાઇ છે
હવે તો શ્બ્દો પણ મારા એમની યાદ માં ભીંજાયેલા લાગે છે


- - - -
પહેલી
- - - -

30 July 2010

બેઠી હતી તારા વીચારમાં ને
લખતા લખતા ઘણું લખાઇ ગયુ

નોહતુ લેવુ પ્રેમનુ નામ
છતાયે લેવાઇ ગયુ

બેઠી હતી હું અંતર ગુચવાડા માં અટવાઇને
અને ઝીંદગી ના હીસાબ ના
સરવાળા માં તુ જ આવ્યો

પરીભાષા સમજી નોહતી
પ્રેમ ની અને પ્રેમ નું તારામહી
વ્યકરણ રચાય ગયુ

ગઇ હતી દરીયા પાસે નદી બની
મળવા ત્યા જોયુ તો રેત પર
તારુ નામ અંકાઇ ગયુ

સ્વાર્થી દુનીયા નહી જાણી સકે
આપણા પ્રેમ ને એ બધુ
લુંટાઇ ગયા બાદ સમજાય ગયુ


દુનીયા કહે છે પાગલ આ પહેલી
ને પ્રેમ માં શુ દેખાઇ ગયુ?

હું તો તારા પ્રેમ નુ દર્પણ ઓઢી ફરુ છુ
ને લોકો ને એમાં સત્ય દેખાઇ ગયુ


- - - -
પહેલી
- - - -
પોષ ની શીત લહેરો માં
મમતા ની હુંફ રૂપી રાહત એ
તારૂ મારા જીવન માં આગમન

વૈષાખ ની બપોર માં ઘેઘુર વડલા ની
છાંયા ની ટાઢક રૂપી રાહત એ
તારૂ મારા જીવન માં આગમન

શ્રાવણ ના મેઘ તાડવ માં નાવ રૂપી
મંઝીલે પહો્ચવાની રાહત એ
તારૂ મારા જીવન માં આગમન

પાનખર ના પતજર માં બાગ ને
ગુલદસ્તા થી સજાવા રૂપી રાહત એ
તારૂ મારા જીવન માં આગમન

- - - -
પહેલી
- - - -
સુખ મળે કે દુ:ખ એ
જીવન ની વાસ્તવિક્તા છે

ઉલ્લાસ ના આચરણ થકી
સદા રહેજો મહેંકતા અને
મન મા રાખજો આપના
પર્વત સમી અડગતા

નદી અને સમંદર ના નીર્મલ
અને ખળ - ખળ વહેતા
પ્રેમ રૂપી જળ હૈયા માં પણ
અનંત કાળ સુધી વસાવજો

હસવુ-રડવુ, જીવવુ-મરવુ ,
વ્યાધી- ઉપાધી છોડો બધી
નીરાશા , દિલમાં વસાવો
બસ પ્રેમ ની જ એક આશા

- - - - -
પહેલી
- - - - -
વસંત ની એ સાંજ અને
નીર્મળ એ લહેરખી
સાંજની એ ઝાંખપ માં
હળવુ આપનું આગમન


સાથે એ આવે સામે અને
ફરી તાજુ થાય રમ્ય
ઉગતા ચંદ્ર ની એ સંધ્યા
અને મન ની હળવાશ

દિલનાં ભાર ને આજે પણ
હળવો કરે નિત્ય મળે
જો મન સુધી તો બને
આવી સાંજ મધૂર

સર્જાય સંજોગો એવા
અને અનૂભુતી અગમ્ય
ભુલવા સંસાર ને નીર્મળ
અને નીર્દોષ આ ઘડીઓ

સ્પર્શ એનો સુંધીત અને
સ્મરણ ની ક્ષણો ધન્ય
હકીકતો થી દુર ખયાલો
ની આ ક્ષણો ધન્ય

- - - - -
પહેલી
- - - - -

25 July 2010

એ દિલ તને હું પુછુ છું કે
ચાહવુ એટલે શુ?

તને હુ ચાહું છુ એટલે
ઓગળુ છું સતત બરફ ની જેમ
પણ ચાહવાના અર્થ ને
પામી સકેલ નથી

કદાચ તને ચાહવું એટલે
ધોધમાર વરસાદ માં
કોરા-કટ રહી જવું તે

કદાચ તને ચાહવું એટલે
વ્રુક્ષ થઇ ને ફળ્યા
વગર રહી જવું તે

કદાચ તને ચાહવું એટલે
ભર વસંત માં પણ
પાનખર ની અભીલાષા તે

એ દિલ તને હું પુછુ છું કે
ચાહવુ એટલે શુ?

- - - - -
પહેલી
- - - - -

07 July 2010

હું તને ચાહુ છું!
તારા વ્યક્તિત્વ કે બાહ્ય છાપ માટે નહી

પણ તે મારા વ્યક્તિત્વ ને જે
રૂપ આપ્યુ છે તેની ચાહત છે!

તું જે છે તેને માટે નહી
પણ તારા જ સંગાથે હુ
જે બનું છુ તેની ચાહત છે!

મારા હ્રદય માં ઝાખી તેમાથી મારી
અપુર્ણતા ને હળવે થી દુર કરી મને
પુર્ણ બનાવી તેની ચાહત છે!

મારા જીવન ની કર્કશતા ને દુર કરી
તેમા પ્રેમ નુ સંગીત આપ્યુ
તેની ચાહત છે!

અદ્રશ્ય અને અસ્પર્શ્ય રહી
મને સતત રહેતો તારા અસ્તિત્વ નો
એહસાસ એ તારા પ્રેમ ને હુ ચાહુ છુ

હું તને ચાહુ છું!
- - - - - -
પહેલી
- - - - - -

03 July 2010

તુજ સંગાથે મુજ જીવન રૂડુ ને મન ભર્યુ
તારા વીના ભવન બને જાણે ખંઢેર

તારી એક ઝલક માટે મને હરણ ના
મ્રુગજળ ની તરસ માટે ની તલબ

હોઇ જો મુજ સંગાથે તો હર ક્ષણ બને
નવજીવન અને હર દિન દિપાવલી

છે બધુજ મારા માટે સંસારમાં પણ
હું તારા જ માટે નથી એ રંજ છે

શ્બ્દો નથી આ,પણ તારી જુદાઇ મા
દિલ ની વ્યથા નીચોવી છે

નથી સહેવાતી આ લગોલગની જુદાઇ
દિલ મા થી નીકળે છે બસ એજ દુહાઇ

- - - -
પહેલી
- - - -

29 June 2010

ગતિ આપણો સ્વભાવ છે ને
ચાલવુ આપણી ચાહત
ઝીંદગી ની આ સફર
વણથંભી નીવડે તેવી ઝંખના હોય છે

લગન ની સાથે લાગણીઓ હોય અને
સ્નેહ ની સાથે સનેપાત હોય

પણ ચીત ક્યાક જુદા જ
વમંણ રચતુ હોઇ તો
આ મનોમંથન નું મુલ્ય શુ?

રાત્રે આખોં બંધ કરીને કરાતો પ્રેમ
સવારે ખુલ્લી આખેં જીવન નો
આધાર સમો પ્રેમ હોય છે
આ વહાલ ના દરીયામાં આવનારુ જ
કોઇ ના હોય તો હ્રદય કુંજમાં ઉભરતા
પ્રેમ નુ મહત્વ શુ?

પણ ઝીંદગી સાથે મરવાની સજા
રોજેરોજ હોય તો? અપેક્ષા ઉપેક્ષા
માં જીવવાનો અર્થ શુ?

એક આખં માં મીલન અને
બીજી આખં માં વીરહ
એ જીવન નો અર્થ શુ?

- - - -
પહેલી
- - - -

28 June 2010


પ્રેમ એટલે ખીનખાબી સાથ
કે સુરખાબી સમણા ?
પ્રેમ એટલે બાવરી રાધા
કે મગન મિરા ?

પ્રેમ એટલે શાસ્વત ઝંખના
કે ઝડહળ જીંદગી ?
પ્રેમ એટલે જયા આ બધા જ
સંબંધો પુરા થાય ત્યા

એક નવો તારો ઊદય થાય ત્યા
મારા અસ્તિત્વ ના આકાશ માં
તારા નામ ની સાંજ અને
શ્યામડી સવાર પણ

- - - - -
પહેલી
- - - - -

26 June 2010

આંસુ સુકાય જાય પછી
મળવા આવે એ સંબંધ છે
પણ આંસુ આવે ત્યારે
આવી જાય એ ગમે

ઘર હોય એટલે
સરનામું તો હોય જ
પણ મનગમતા સરનામે
ઘર બની જાય એ ગમે


- - - - -
પહેલી
- - - - -
સુર્યાસ્ત તારા સસર્ગ નો
ને ઉદય તારી જ યાદ નો
એવો નિત્ય અનુબંધ રહ્યો
તારા પ્રત્યે મારા પ્રેમ નો

ચંદ્ર ની નીલીમા અને સુર્ય ની
વિશાળતા ના ખયાલો તું
કુદરત ની સાદગી સમી એક કલ્પના તું
આનંદના અંતર માં ખીલતો હર્ષ તું

સ્વાર્થ ના વમળ થી સદા નીર્લપ તું
સમર્પણ ના સનીધ્ય માં મળતો તું
સંધ્યા ની સજાવટ સજાવી રહી સમર્પણ
ને ત્યાગ ના શ્વાસો ભીંજવતો રહ્યો મનમા તું

- - - - - -
પહેલી
- - - - - -

23 June 2010

મળે નહી લખવા શબ્દો
તારી આ યાદ ના
એટલે ઘુંટી ઘુંટી ને
સ્મરણુ છુ તારી યાદ ને

લખવા બેસુ જો ગઝલ તો
શ્બ્દો પણ મળે તારી યાદ માં
અરમાનો સજાવ્યાતા
અંતે મે તારી યાદ માં

આખોં બંધ કરી વીહરતી
તારી આ યાદ માં
શ્બ્દો નાઅર્થ અને પળે પળ
તારી આ યાદ માં

સમય ને પણ બનાવી લઉ
ગુલામ તારી યાદ માં
પણ હકીકત બની કેમ ન
આવતા મારી રાહ માં


- - - - -
પહેલી

02 June 2010


નામ નહી પણ અનામી તેવો આપણો પ્રેમ
શબ્દો અને કલ્પનાઓ થી પર આપણો પ્રેમ

એક-બીજા ના વિશ્વાસ થી બંધાયેલો
અને એક-બીજા ની તરસ છીપાવતો

એક-બીજા ના શ્વાસ ના તાંતળે બંધાયેલો
અને એક-બીજા ના બોલ ના સહારે ફલતો

એક-બીજા ના મીલન ની આસ માં
ભવ સાગર તરી જવાતો હોય છે

જે બધાજ સંબંધ થી ન્યારો લાગણી ની પાંખે
ઉડાન ભરતો અને ઊર ની ઉર્મી માં ઉછેરતો

નામ નહી પણ અનામી તેવો આપણો પ્રેમ
શબ્દો અને કલ્પનાઓ થી પર આપણો પ્રેમ

- - - -
પહેલી
- - - -

31 May 2010


પ્રેમની વ્યથા મે નિહાળી છે

મીઠી કટારીની ચુભન

મે દિલ માં ઉતારી છે


વિરહ ની આગ ની

વેદના મે જાણી છે


એમની મીલન ની આસમાં

મ્રુગજળ ની પ્યાસ મે માણી છે


રોજ રાતે નિંદર ને એમના

ખ્યાલો માં જતા જોયેલી છે


યાદમાં એમની દિવસ ને
રાત ની
ને રાત ને સવારની
ઇંતઝારી પામી છે



- - - - -
પહેલી
- - - - -

30 May 2010

તારા મીલનની તરસમા અનેક
સાગર છલકાતા રહી ગયા,

હસવાની એક રીત
શીખી હતી તારી પાસે થી
મારા દુ:ખ ને છુપાવે તેવા
હાસ્ય અધુરા રહી ગયા

તારા ચેહરાને હુ શોધુ
દર્પણ માં અને તારી
એક ઝલક ના ઓરતા મારા
અધુરા રહિ ગયા

પ્રેમ તો મે કરી જાણયો પણ
પ્રીયતમ ના આંગણ સુધી
પહોચાડે તેવા શીખર
અધુરા રહિ ગયા


આમ તો છે બધુ જ પરીપુર્ણ પણ
તારી પહેલી પ્રેમ થી છલકાતી
હોવા છતા અધુરી રહી ગઇ

તારા મીલનની તરસમા અનેક
સાગર છલકાતા રહી ગયા,

- - - -
પહેલી
- - - -

29 May 2010

અશ્રુ સંગાથે કાળુ કાજલ ઝરે છે
ને આખોં માં હવે લોહી ભળે છે !

નીંદર બીચારી પાછી વળી ગઇ
પામવાને કોઇની પ્રતીક્ષા નડે છે !


- - - - -
પહેલી
- - - - -

26 May 2010

બે હ્રદય ને આમ તડપાવે છે આ પ્રેમ
મન રડે અને આંસુ વરસાવે છે આ પ્રેમ

લોહ માથી કાચ થઇ જાય એમ
દુશ્મની પણ પલટાવે છે આ પ્રેમ

એક સરખા દિલ મળે જો જીવન રાહ માં
તો ધરા પર સ્વર્ગ ઉતારે છ આ પ્રેમ

લાગણીના મારા આ શબ્દો ઉકેલજો
જીંદગી નો અર્થ સમજાવે છે આ પ્રેમ

જેને તમે દીવસ ભર યાદ કરો છો એ
મીઠી યાદ નુ સોનેરી સપનુ લાવે છે આ પ્રેમ


- - - -
પહેલી
- - - -

20 May 2010

તુજ હ્રદય માં ધબકાર બની વસી જવું છે
તારા અધર પરનું સ્મિત બની વસી જવું છે

ધુમાડાના ગોટા બની નથી ગુંગળાવો પ્રેમ ને
મારે તો બસ વાદળ બની વરસાવો છે પ્રેમ ને

નથી મંજુર મને ચાર દીવાલ નું કેદખાનુ
મારે તો બસ રેત નું ઘર બની મટી જવું છે

ભરતી અને ઓટ સમાવડુ સૌ જીવે પણ
મારે તો ઝાકળ ની બુંદ બની વેખેરાય જવું છે



- - - -
પહેલી
- - - -

06 May 2010


જીંદગી માં જે અમુલ્ય હોય
તે જ ગમે છે ત્યારે મળતુ નથી
વાતો કરવી છે દિલ ની પણ
આપણો સમય હોતો નથી

સમય ના વહેણમાં ભીંજાયે છીયે
આપણે ને લુછણુ મળતુ નથી
પ્રેમ બોલવે તારી પાસે ને તારા સુધી
પહોચવાનો રસ્તો મળતો નથી

આખો રેલાવે છે તારી યાદો ના સૂર ને
પ્રતિસાદ નો સંકેત મળતો નથી
નીકળી જાત જીંદગીની હારેલી બાજી જીતવા
પણ તારો હાથ મારા ભાગ્ય માં મળતો નથી

- - - - -
પહેલી
- - - - -

ટેરવા ને તરસ છે તને સ્પર્શવાની
આંખો માં ઇચ્છા છે તને નિહાળવાની
દિલ માં આશ છે તને ચાહવાની
મન માં ઊમંગ છે તને મળવાની
શ્વાસ માં મહેંક છે તારા મીલનની
હૈયા માં જોમ છે તારા પ્રેમ-સાગરની
નજર થી દુર છે તુ પણ
દિલ ની લગોલગ છે તુ

- - - - -
પહેલી
- - - - -